અંતિમ સંસ્કાર વિધિ


હાલના બ્રાહ્મણ સમાજમાં વ્યક્તિનાં મરણ પ્રસંગે પ્રથમ દિવસની અંતિમક્રિયા(અગ્નિદાહ)માટે સુજ્ઞપંડિત મળવા મુશ્કેલ છે.ત્યારે મૃતકને અવલમંજીલે પહોંચાડવા માટે નું પુણ્ય સવિશેષ બ્રાહ્મણસમાજ ને પ્રાપ્ત થાય તથા મરણોત્તર અગ્નિદાહ વિધિ સરળ બની રહે તે હેતુ થી સવિધિ માર્ગદર્શન સાથે આ" અગ્નિદાહ પદ્ધતિ" નો જરુર પડ્યે ઉપયોગ કરી પિતૃરૂણ થી મુક્ત થવા પ્રયત્નશીલ રહેશો તેવી લાગણીશીલ અભ્યર્થના🙏 શુ,યજુર્વેદીય વિધાન🌞
||પુરૂષ ના મરણ ની વિધિ||
મરણ સમ્બન્ધિત જાણકારી.~
(1)વૈદિક તિથિ મુજબ બે વર્ષ 719દિવસમાં બાળક નું મૃત્યુ થાય તો અગ્નિદાહ ન કરવો જમીનમાં વિલીન કરવું(असमाप्तद्विवर्षस्य पूर्वक्रियाऽपि नास्ति||श्राद्ध विवेकः||)
(2)વૈદિક તિથિ મુજબ 320દિવસ અને તેથી મોટું 2159 દિવસ સુધીમાં બાળકનું મૃત્યુ થાય તો મલિન ષોડશી અર્થાત(અગ્નિદાહ અને દશમાની વિધિ)કરવી.(असमाप्तषड्वर्षस्य पूर्वक्रियामात्रम्||श्राद्धविवेके||)
(3)વૈદિક તિથિ મુજબ છ વર્ષ 2160દિવસ અને તેથી મોટા બાળક ની અગ્નિદાહ તથા સમસ્ત ક્રિયા કરવી.(अन्त्यकर्म श्राद्ध प्रकाश)
(4)બાળકી ના મરણ માં બે વર્ષ 320દિવસ તથા વિવાહ(લગ્ન)પહેલાં અગ્નિદાહ અને દશમાના શ્રાદ્ધની જ વિધિ કરવી.(ऊढाया विवाहात्पूर्वँ पूर्वक्रियामात्रम्||श्राद्धविवेकः)
(5)કન્યા ના લગ્ન પછી તો સમસ્ત ક્રિયા કરવી.(श्राद्धविवेके द्वितीय परिच्छेदः)
(6) માતા પિતાના મરણ થયે પુત્ર જ પોતે અગ્નિ દાહ વગેરે કરવા માટે નો પ્રથમ અધિકારી છે.તેથી પુત્રને જનોઈ ન દીધી હોય તો પણ વૈદિક મંત્ર બોલ્યા વગર જે પુરાણોક્ત મંત્ર હોય તે બોલી દરેક ક્રિયા કરવી.(अमंत्रक विषये- "प्राग्द्विजाश्च व्रतादेशात्ते च कुर्युस्तथैव तत्||हेमाद्रौ मरीचिः||)આમ પુત્ર ન હોય તો પતિ નાં મરણ થયે શ્રાદ્ધકલ્પલતા અનુસાર પૌત્ર ,પ્રપૌત્ર.પુત્રીનો દિકરો ,પત્ની, મૃતકનો ભાઇ, ભત્રીજો, પિતા,માતા, પુત્રવધુ, મૃતકનીબહેન, ભાણેજ, મૃતકનાં સાત પેઢી નો વ્યક્તિ, તથા આઠમી પેઢી થી ચૌદમી પેઢીસુધી નાં વ્યક્તિ અધિકારી છે પરંતુ તેમાં ક્રમાનુસાર પહેલો અધિકારી ન હોય તો જ બીજો અને બીજો ન હોય તો ત્રીજો અેમ પ્રાથમિકતા અનુસાર સમજવું (पुत्रःपौत्रश्च तत्पुत्रःपुत्रिकापुत्र एव च|पत्नी भ्राता च तज्जश्च पिता माता स्नुषा तथा||भगिनी भागिनेयश्च सपिण्डः सोदकस्तथा|| असन्निधाने पूर्वेषामुत्तरे पिण्डदाःस्मृताः||स्मृतिसंग्रह. श्राद्धकल्पलता||)મૃતકનાં બન્ને કુલ(પિતૃપક્ષ તથા માતૃપક્ષ)માં કોઈ પણ પુરુષ અધિકારી ન હોય તો જ પત્ની અધિકારી હોવાથી તેણે પણ વૈદિકમંત્ર વગર દરેક ક્રિયા કરવી.(कुलद्वयेपि चोच्छिन्ने स्त्रीभिः कार्याः क्रिया नृप|| विष्णुपुराण3/13/32||)
પિતૃકાર્યમાં સાધન સમ્પત્તિ સમ્પન્ન વ્યક્તિએ"वित्त शाठ्यं न कारयेत्" કંજૂસી ન કરતાં પિતૃરૂણ માં થી મુક્ત થવા પિતાદિએ જે સાધન સમ્પત્તિ થી સમ્પન્ન બનાવ્યા તે જ ઉપયોગ કરેલી સમ્પત્તિ નાં કાંઇક અંશરૂપે જ શ્રદ્ધાથી સમસ્ત મરણોત્તરી કાર્ય કરવાનું છે. બાકી તો નિમિત્ત વગર તો સ્વાર્થી જીવ આજીવન પરમાર્થ કરવાનું તો પોતાના કરેલા પુણ્ય થી ભાગ્યે જ વિચારશે. ખરેખર તો શાસ્ત્રકારે દેવીભાગવત માં કહ્યું છે કે(जीवतो वाक्यकरणात् क्षयाहे भूरिभोजनात्|| गयायां पिण्डदानाच्च त्रिर्भिः पुत्रस्य पुत्रता||देवीभागवत 6/4/15||)અર્થાત્ જીવનપર્યન્ત પિતાઆદિ નાં કહ્યા માં રહે તેઓનાં વિલય પછી વિધાનથી શ્રાદ્ધમાં બ્રહ્મભોજન કરાવે અને ગયાશ્રાદ્ધ કરે ત્યારે તે પુત્ર પોતાનાજન્મ થી પુત્ર ગણાય આમ ત્રણ રીતે પુત્ર ની યોગ્યતા પ્રશંસનીય ગણાય.સ્મશાનમાં સદાય શબનું માથું #પૂર્વ માં રહે તેમ દાહ કરવો.(श्रोताक्षिनासावदनं सरुक्मं कृत्वाऽजिने प्राक्शिरसं निधाय | सञ्चिय पात्राणि यथाविधानमृत्विग् जुहाव ज्वलितं चिताग्निम् ||भट्टिकाव्य ३/३५ ||
चित्यां प्राग्रीवमास्तीर्याऽजिनमुत्तरलोमकम् | तस्मिन् प्राक्शिरसं प्रेतमुत्तानमुत्तानं विनिपातयेत् ||माध्यं०रे०गृह्यकारिका||
चितावेनमादधाति कृष्णाजिनमास्तीर्य प्रा सम् ||शु०यजुःमा०का०श्रौ०सूत्रम् २५/७/१९ ||
अथैनमन्तरेणाग्नीश्चितिञ्चित्वा कृष्णाजिनमुत्तरलोम प्राचीनग्रीवम् प्रस्तीर्य तस्मिन्नेनमुत्ताननिपाद्य । शु०यजुःमा० ||श०ब्राह्मण १२/५/२/७||) જે વ્યવસ્થા દક્ષિણમાં માથું રાખવાની છે તે સામવેદી બ્રાહ્મણ માટે જ અન્યેતરો ને નહીં.(सामतरेषा मुत्तरशिरस्त्वम्||श्राद्धतत्व)ચિતાગ્નિ હંમેશા મૃતકના માથાના ભાગે જ આપવો સ્ત્રીને પગે અગ્નિદાહ આપવા વિશે ક્યાંય ઉલ્લેખ નથી.(शिरःस्थाने प्रदापयेत्||वराहपुराण||)
.................................